Wednesday, 13 November 2013

ગણિત રમત 

કોઈ બે આંકડાની સંખ્યાનો 111 વડે ગુણાકાર

17 x 111 = 1887

રીત 

17 x 111 = 1 (1+7) (1+7) 7 = 1887

34 x 111 = 3 (3+4) (3+4) 4 = 3774 

આ રીતે ગણતરી કરતાં શીખો.
 


ગણિત રમત
 
કોઈપણ સંખ્યાનો 11 વડે ગુણાકાર

કોઈ બે આંકડાની સંખ્યાને 11 વડે ગુણવાની સહેલી રીત 
ઉદાહરણ 
35 x 11 = 385 થાય.
 
રીત 
જે બે આંકડા હોય તેને જવાબમાં લખી , વચ્ચે બંનેનો સરવાળો લખવો.
35 x 11 = 3 ( 3+5 ) 5 = 385 

આજ રીતે , 
23 x 11 = 2 (2+3) 3 = 253
26 x 11 = 2 (2+6) 6 = 286
 

જો વચ્ચે બે આંકડાનો સરવાળો કરતા દસથી વધારે આવે તો વદી આગળની સંખ્યામાં ઉમેરવી.
 
ઉદાહરણ 
39 x 11 = 3 (3+9) 9 = 3 (12) 9 = (3+1) (2) 9 = 429 
56 x 11 = 5 (5+6) 6 = 5 (11) 6 = (5+1) (1) 6 = 616

Thursday, 7 November 2013

ગણિતની મજા
 
1 * 91 = 091
2 * 91 = 182
3 * 91 = 273
 4 * 91 = 364 
5 * 91 = 455
6 * 91 = 546
7 * 91 = 637
8 * 91 = 728
 9 * 91 = 819 

ખબર પડી કે નહીં
૧. પ્રથમ ઉભી હરોળમાં ચઢતો ક્રમ છે.
૨. બીજી ઉભી હરોળમાં ઉતરતો ક્રમ છે.
૩. ત્રીજી ઉભી હરોળમાં ચઢતો ક્રમ છે. 


ગણિત રમત 
બે ક્રમિક સંખ્યાના વર્ગોનો સરવાળો કરવાની રીત

૧. જે બે સંખ્યાના વર્ગોનો સરવાળો કરવાનો હોય તે બે સંખ્યાનો ગુણાકાર કરો.
૨. મળેલા ગુણાકારને 2 વડે ગુણો.
૩. મળેલા જવાબમાં 1  ઉમેરો.
૪. જવાબ તૈયાર.

ઉદાહરણ - 
 ધારોકે 16² + 17² = 545 જવાબ થાય.
૧. રીત મુજબ 16 * 17 = 272 
૨. મળેલા જવાબને 2 વડે ગુણતા 272 * 2 = 544 
૩. તેમાં 1 ઉમેરતાં 544 + 1 = 545

આજ રીતે , 14² + 15² = 14 * 15 * 2 + 1 = 421

અહીં મૂકેલી રમતો સંકલન કરેલી છે.

Sunday, 6 October 2013

ઉખાણું 
એક નદીમાં પાણીનું વ્હેણ ખૂબ હતુ. નદીના એક કિનારે ડોશીમાં રહેતા હતા. બીજા કિનારે અનાજ દળવાની ઘંટી હતી. જો ડોશીમાને સામાં કાંઠે લોટ દળાવવા જવુ હોય તો કેમ જાય. તેની પાસે હોડી નથી.




જવાબ 
લોટ કદી દળાવવાનો ન હોય . મતલબ કે ડોશીમા પાસે લોટ હતો જ માટે સામાં કાંઠે જવાની જરૂર ન હતી.


આ બ્લોગ પરથી કોઈપણ માહિતી જોઈતી હોય તો સૌ પ્રથમ શ્રુતિ ફોન્ટ ઈંસ્ટોલ કરવા. બધીજ ગુજરાતીમાં રહેલી માહિતી શ્રુતિ ફોંટમાં છે.
નિશાનિઓના ગુણાકાર સમયે થતી તકલિફો દુર કરો.

( - 2 )  x ( - 4 ) = + 8  
( - 3 ) ( 5 ) = - 15

આ પ્રકારના ગુણાકારમાં થતી નિશાનિની ભૂલોમાં ઘટાડો કરવા

( - )  એટલે દુશ્મન , ( + ) એટલે દોસ્ત
  
  દોસ્ત      નો        દોસ્ત    =    દોસ્ત
( + )       x        ( + )        =    ( + )

દોસ્ત      નો       દુશ્મન      =       દુશ્મન  
 ( + )      x        ( - )            =          ( - ) 
    
 દુશ્મન        નો        દુશ્મન    =       દોસ્ત
( - )           x           ( - )       =         ( + )

     દુશ્મન     નો         દોસ્ત          =    દુશ્મન
       ( - )         x         ( + )         =       ( - )

Saturday, 21 September 2013

ઉખાણા - ૧

 
કબૂતર ઉડતા આસમાન મે હૈ,
 
મગર રહેતા કહાં હૈ.

જવાબ 

પાણી

ઉખાણા - ૩

એક વ્યક્તિ વીસ બકરી લઈને જંગલમા ગયો ,
અચાનક વીસ બકરી ખાડામાં પડી ગઈ,
તેવીસ બહર નીકળી કઈ રીતે ?
 
 

જવાબ 
 
છેલ્લા વાક્યમાં તેવીસ ને અલગ વાંચવાથી જવાબ મળશે.
તેવીસ = તે વીસ

ઉખાણા - ૨ 

એક ટેબલ પર, એક પ્લેટ્માં બે ઈંડા છે ,
ત્રણ વ્યક્તિને સરખે ભાગે વહેચવાના છે ,
ઈંડુ તોડવાનું નહીં.
 
 
 
 
જવાબ 
એક ટેબલ પર છે અને બે પ્લેટ્માં છે 
કુલ ત્રણ થયા.
તેથી સરખે ભાગે વહેચી શકાય.
 

Sunday, 8 September 2013

bqFo


bqFolu ytu¤FJtlt A rlNtl

fthK rJlt dwMmtu fhu

jtC rJlt ctuj ctuj fhu

 «dr; rJlt vrhJ;ol fhu

 fthK rJlt vqAvhA fhu

ystKe  Ôgrf;btk rJµtm fhu

vqAgt rJlt mjtn ytvu



Friday, 30 August 2013

1 = 2 સાબિત કરવું સહેલું કે અઘરું ?
તો જુઓ અહીંયા 
 

વર્ગ અને  ઘન

1. આ રીતમાં પ્રથમ હરોળ સંખ્યા , બીજી હરોળ વર્ગ,  ત્રીજી હરોળ ઘન દર્શાવે છે .

2.  પ્રથમ હરોળની  સંખ્યાને  , બીજી હરોળની સંખ્યા વડે ગુણતા ઘન એટલે ત્રીજી હરોળ મળે .

3. આજ રીતે ક્રમશ કાર્ય કરતા ચતુર્થ , પાંચ ઘાત મળશે .

4. ઉલટું વિચારો તો બીજી હરોળનું વર્ગમૂળ પ્રથમ હરોળ થાય .

5.  આજ રીતે ત્રીજી હરોળનું ઘનમૂળ પ્રથમ હરોળ મળે .
 
  સંખ્યા  1 2 3 4 5 6 7 8 9 10
વર્ગ
1 4 9 16 25 36 49 64 81 100
   ઘન  1 8 27 64 125 216 343 512 729 1000




વર્ગ શિખવવા માટેની સહેલી રીત

પ્રાથમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ માટે ભાગાકારની સહેલી પધ્ધતિ 
 ભાગાકાર શીખવતી વખતે આ પ્રકારના ચોરસ ખાના બનાવી શીખવવાથી ફાયદો થશે.



Sunday, 18 August 2013

વર્ગ કરવાની સહેલી રીત 
 જેમાં એકમનો અંક 5 હોય  તેવી સખ્યાનો વર્ગ 

1. ધારોકે આપણે 15 નો વર્ગ કરવો છે.

2. સૌ પ્રથમ 15 માં રહેલ એકમનો અંક 5 નો વર્ગ 25 લખો .

3. દશકમાં રહેલ અંક 1 પછી 2 આવે તેના વડે ગુણો .
 જેમકે 1 * 2 = 2 
( દરેક દશકની સંખ્યા માટે  આ કાર્ય કરવું )

4. મળેલા જવાબ પછી 25 લખો .


ઉદાહરણ 

1. ( 15 ) ² = ( 1 * 2 ) _ ( 5 ) ² = 2_25 = 225

2.  ( 25 ) ² = ( 2 * 3 )_ ( 5 )² = 6_25 = 625

3. ( 35 ) ² = ( 3 * 5 )_ ( 5 )² = 15_25 = 1525  

....આજ રીતે આગળ ગણો ....

  ( 95 )² = ( 9 * 10 ) _( 5 )² = 90_25 = 9025




ગણિતની રમત - 9
 
પાંચ આંકડાનો ગુણાકાર 
 
1. કોઈ પાંચ આકડાની એક સંખ્યા ધારો .
 
2. ધારેલી સંખ્યાને 11 વડે ગુણો .
 
3. મળેલા જવાબને 9091 વડે ગુણો .
 
4. સંખ્યાનું પુનરાવર્તન થશે .
 
ઉદાહરણ 
 
1. ધારેલી સંખ્યા  12345 છે.
 
2. 12345 * 11 = 135795

3. 135795 * 9091 = 1234512345

Saturday, 10 August 2013

કમાલ 1 ની 


1 x 9 + 2 = 11

12 x 9 + 3 = 111

123 x 9 + 4 = 1111

1234 x 9 + 5 = 11111

12345 x 9 + 6 = 111111

123456 x 9 + 7 = 1111111

1234567 x 9 + 8 = 11111111

12345678 x 9 + 9 = 111111111

123456789 x 9 + 10 = 1111111111
કમાલ 2,4,6,7 ની 
 
6 x 7 = 42

66 x 67 = 4422

666 x 667 = 444222

6666 x 6667 = 44442222

66666 x 66667 = 4444422222

666666 x 666667 = 444444222222

6666666 x 6666667 = 44444442222222

66666666 x 66666667 = 4444444422222222

666666666 x 666666667 = 444444444222222222
 કમાલ 8 વિના 


12345679 x 9 = 111111111

12345679 x 18 = 222222222

12345679 x 27 = 333333333

12345679 x 36 = 444444444

12345679 x 45 = 555555555

12345679 x 54 = 666666666

12345679 x 63 = 777777777

12345679 x 72 = 888888888

12345679 x 81 = 999999999
 કમાલ 8 ની 


1 x 8 + 1 = 9
12 x 8 + 2 = 98
123 x 8 + 3 = 987
1234 x 8 + 4 = 9876
12345 x 8 + 5 = 98765
123456 x 8 + 6 = 987654
1234567 x 8 + 7 = 9876543
12345678 x 8 + 8 = 98765432
123456789 x 8 + 9 = 987654321

,Srinivasa Ramanujan



Mathematician SRINIVASA RAMANUJAN AIYANGAR used to say ' An equation means nothing to me unless it express a thought of god' Ramanuja .
  • The Indian mathematician made substancial contribution to the analytical theory of numbers and worked on elliptic functions,continued fractions, and infinite series .S.R.Ramnujan is best known for his work in hypergeometry and continued fractions.
  • Ramanujan ,born into a poor family of brahmin at irode inon Dec.22,1887,attended school in nearby Kumbakonam. By the time he was 13 ,he could solve unaided every problem in Loney;s Trignometry,and at 14 he obtain the theorems for the sine and the coisine that had been anticipated by L.Eular .
  • In 1903 he came upon George Shoobridge Carr's Synopsis of Elimentary Results in Pure and Applied Mathematics.The book'its coverage reaching 1860,opened a whole new worldto him'and he set out to establish the 6,165 theorems in it for himself having no contact with other good books ,he had to do Original research for each solution. Trying to device them several new algebraic series.
  • In 1911 he started to publish some of his results.
  • In January 1913 Rmanujan sent some of his work to G.H.Hardy,Cayley lecture in mathematics at Cambridge . Hardy noticed that whereas Ramanujan had rediscovered , and gone gone for beyond,some of the latest conclusions of western mathematician,he was completely ignorant of western mathematician, he was completely ignorant of some of the most fundamental areas.In may the University of Madras gave Ramanujan a scholarship .
  • In 1914 Ramanujan went to Cambridge .The universities experience gave him considerable sophistication , but his mind , by this time somewhat hardened,generally continued continued to work according to the old pattern ,in which intutions play more important role than argument. In Hardy's opinion ,if Ramanujan's gift had been recognised early,he could have become one of the greatest mathematicians of all time. In hypergeometric series and continued fractions ,"he was unquestionably and intutions made him the greatast formalist of his day . But his passionate ,profolic,and in some ways profound work in the theory of numbers and his ways profound work in the theory of numbers and his ways profound work in the theory of numbers and his work in analysis were seriously marred by misdevelopment.
  • In 1918 Ramnujan was elected a fellow of the Royal Society and o fellow of Trinity College,Cambridge.
  • He died on April 26,1920.

Birthday magic


Step1: Add 18 to your birth month.
Step2: Multiply by 25.
Step3: Subtract 333.
Step4: Multiply by 8.
step5: Subtract 554.
step6: Divide by 2.
step7: Add your birth date.
step8: Multiply by 5.
step9: Add 692.
step10: Multiply by 20.
step11: Add only the last two digits of your birth year.
step12: Subtract 32940 to get your birthday!.


Example: If the answer is 123199 means that you were born on December 31, 1999. If the answer is not right, you followed the directions incorrectly or lied about your birthday.




Friday, 9 August 2013

ગણિતની રમત - 8
હંમેશા જવાબ 8 આવશે .

1. કોઈ એક સંખ્યા ધારો .
2. તેમાંથી 1 બાદ કરો.
3. મળેલા જવાબને 3 વડે ગૂણો .
4. મળેલા જવાબમાં 12 ઉમેરો .
5. મળેલા જવાબને 3 વડે ભાગો .
6. મળેલા જવાબમાં 5 ઉમેરો .
7. મળેલા જવાબમાંથી ધારેલી સંખ્યા બાદ કરો.
8. જવાબ હંમેશા 8 આવશે .

ઉદાહરણ 
1. ધારેલી સંખ્યા 7 
2. 7 - 1 = 6
3.  6 * 3 = 18 
4.  18 + 12 = 30
5.  30 / 3 = 10
6. 10 + 5 = 15 
7. 15 - 7 = 8
8. જવાબ હંમેશા 8 આવશે .
ગણિત રમત - 7 
હમેશા જવાબ 15 આવશે .
 
1. કોઈ એક સંખ્યા ધારો .
2. તેને 3 વડે ગુણો .
3. મળેલા જવાબમાં 45 ઉમેરો .
4. મળેલા જવાબના બમણા કરો.
5. મળેલા જવાબને 6 વડે ભાગો .
6. મળેલા જવાબમાંથી ધારેલી સંખ્યા બાદ કરો.
7. જવાબ 15 મળશે .
 
ઉદાહરણ  
 
1. ધારેલી સંખ્યા 5 
2. 5*3 = 15
3. 15 + 45 = 60
4. 60 * 2 = 120
5. 120 / 6 = 20
6. 20 - 5 = 15
7. જવાબ 15 મળશે .

ગણિત રમત - 6
 
જવાબ હંમેશા 5 આવશે 
 
1. ત્રણ આંકડાની કોઈ સંખ્યા ધારો .
2. તેમાં 7 ઉમેરો  .
3. મળેલા જવાબને 2 વડે ગુણો .
4. તેમાંથી 4 બાદ કરો .
5. મળેલા જવાબને 2 વડે ભાગો .
6. મળેલા જવ્વાબમાંથી ધારેલી સંખ્યા બાદ કરો .
7. જવાબ 5 આવશે .
 
ઉદાહરણ 
1. ધારોકે 225
2. 225 + 7 = 232
3. 232 * 2 = 464
4. 464 - 4 = 460
5. 460 / 2 = 230
6. 230 - 225 = 5
 7. જવાબ  5

Tuesday, 30 July 2013

MATHS IS MAGIC

ગણિતની રમત - 5

જવાબ હંમેશા 3 આવશે .

1. કોઈ એક સંખ્યા ધારો .
2. તેના બમણા કરો .
3. જવાબમાં 9 ઉમેરો.
4. જવાબમાંથી 3 બાદ કરો .
5. જવાબને 2 વડે ભાગો .
6. મળેલા જવાબમાંથી ધારેલી સંખ્યા બાદ કરો .
7. જવાબ 3 મળશે .

ઉદાહરણ - 
1. ધારેલી સંખ્યા 5 .
2. બમણા 10 થાય .
3. 9 ઉમેરતા 19 થાય .
4. 3 બાદ કરતા 16 થાય .
5. 2 વડે ભાગતા 8 મળે .
6. 8 માંથી 5 બાદ કરતા .
7. જવાબ 3 મળે.
ગણિતની રમત - 4

જવાબ હંમેશા 2 જ આવશે .

1. કોઈ એક નંબર ધારો .
2. તેને 3 વડે ગુણો .
3. મળેલા   જવાબમાં  6 ઉમેરો.
4. મળેલા જવાબને 3 વડે ભાગો .
5. મળેલા જવાબમાંથી ધારેલી સંખ્યા  બાદ કરો .
6. જવાબ 2 મળશે .

- ઉદાહરણ -
 ધારેલી સંખ્યા 5 છે . 
3 વડે ગુણતા 15 થાય, 
6 ઉમેરતા 21 થાય , 
તેને 3 વડે ભાગતા 7 આવે , 
તેમાંથી 5 બાદ કરતા,
જવાબ  2 મળશે .
ગણિતની રમત - 3 

જવાબમાં સંખ્યાનું 3 વખત પુનરાવર્તન

1. બે આંકડાની એક સંખ્યા ધારો .
2. ધારેલી સંખ્યાને પહેલા 3 વડે ગુણો .
3. મળેલા જવાબને 7 વડે ગુણો .
4. મળેલા જવાબને 13 વડે ગુણો .
5. મળેલા જવાબને 37 વડે ગુણો . 

ઉદાહરણ તરીકે 35 * 3 * 7 *13*37 = 353535

Monday, 29 July 2013

ગણિતની રમત - 2 
રકમનું જવાબમાં પુનરાવર્તન

1. કોઈ ત્રણ આંકડાની સંખ્યા ધારો.
2. ધારેલી સંખ્યાને પહેલા 7 વડે ગુણો .
3. મળેલા જવાબને 11 વડે ગુણો .
4. મળેલા જવાબને 13 વડે ગુણો .

અંતમાં જવાબ તરીકે રકમનું પુનરાવર્તન થશે .

ઉદાહરણ તરીકે 456 * 7*11*13 = 456456