ગણિત રમત
કોઈપણ સંખ્યાનો 11 વડે ગુણાકાર
કોઈ બે આંકડાની સંખ્યાને 11 વડે ગુણવાની સહેલી રીત
ઉદાહરણ
35 x 11 = 385 થાય.
રીત
જે બે આંકડા હોય તેને જવાબમાં લખી , વચ્ચે બંનેનો સરવાળો લખવો.
35 x 11 = 3 ( 3+5 ) 5 = 385
આજ રીતે ,
23 x 11 = 2 (2+3) 3 = 253
26 x 11 = 2 (2+6) 6 = 286
જો વચ્ચે બે આંકડાનો સરવાળો કરતા દસથી વધારે આવે તો વદી આગળની સંખ્યામાં ઉમેરવી.
ઉદાહરણ
39 x 11 = 3 (3+9) 9 = 3 (12) 9 = (3+1) (2) 9 = 429
56 x 11 = 5 (5+6) 6 = 5 (11) 6 = (5+1) (1) 6 = 616
No comments:
Post a Comment