ગણિત રમત
બે ક્રમિક સંખ્યાના વર્ગોનો સરવાળો કરવાની રીત
૧. જે બે સંખ્યાના વર્ગોનો સરવાળો કરવાનો હોય તે બે સંખ્યાનો ગુણાકાર કરો.
૨. મળેલા ગુણાકારને 2 વડે ગુણો.
૩. મળેલા જવાબમાં 1 ઉમેરો.
૪. જવાબ તૈયાર.
ઉદાહરણ -
ધારોકે 16² + 17² = 545 જવાબ થાય.
૧. રીત મુજબ 16 * 17 = 272
૨. મળેલા જવાબને 2 વડે ગુણતા 272 * 2 = 544
૩. તેમાં 1 ઉમેરતાં 544 + 1 = 545
આજ રીતે , 14² + 15² = 14 * 15 * 2 + 1 = 421
અહીં મૂકેલી રમતો સંકલન કરેલી છે.