Tuesday, 1 July 2014

જો દશક્નો અંક 5 હોય તો
જો બે અંકની સંખ્યામા દશકનો અંક 5 અને એકમનો અંક સમાન હોય તો એકમના અંકનો વર્ગ લખી , દશકના અંકના વર્ગમાં એકમનો અંક ઉમેરવો .
ઉદા.  
( 1 )    54 x 54  =        ( 25 + 4 ) (4)²      =     29 16  =     2916 
( 2 )  56 x 56  =          ( 25 + 6 ) (6)²       =    31 36    =     3136


Wednesday, 13 November 2013

ગણિત રમત 

કોઈ બે આંકડાની સંખ્યાનો 111 વડે ગુણાકાર

17 x 111 = 1887

રીત 

17 x 111 = 1 (1+7) (1+7) 7 = 1887

34 x 111 = 3 (3+4) (3+4) 4 = 3774 

આ રીતે ગણતરી કરતાં શીખો.
 


ગણિત રમત
 
કોઈપણ સંખ્યાનો 11 વડે ગુણાકાર

કોઈ બે આંકડાની સંખ્યાને 11 વડે ગુણવાની સહેલી રીત 
ઉદાહરણ 
35 x 11 = 385 થાય.
 
રીત 
જે બે આંકડા હોય તેને જવાબમાં લખી , વચ્ચે બંનેનો સરવાળો લખવો.
35 x 11 = 3 ( 3+5 ) 5 = 385 

આજ રીતે , 
23 x 11 = 2 (2+3) 3 = 253
26 x 11 = 2 (2+6) 6 = 286
 

જો વચ્ચે બે આંકડાનો સરવાળો કરતા દસથી વધારે આવે તો વદી આગળની સંખ્યામાં ઉમેરવી.
 
ઉદાહરણ 
39 x 11 = 3 (3+9) 9 = 3 (12) 9 = (3+1) (2) 9 = 429 
56 x 11 = 5 (5+6) 6 = 5 (11) 6 = (5+1) (1) 6 = 616

Thursday, 7 November 2013

ગણિતની મજા
 
1 * 91 = 091
2 * 91 = 182
3 * 91 = 273
 4 * 91 = 364 
5 * 91 = 455
6 * 91 = 546
7 * 91 = 637
8 * 91 = 728
 9 * 91 = 819 

ખબર પડી કે નહીં
૧. પ્રથમ ઉભી હરોળમાં ચઢતો ક્રમ છે.
૨. બીજી ઉભી હરોળમાં ઉતરતો ક્રમ છે.
૩. ત્રીજી ઉભી હરોળમાં ચઢતો ક્રમ છે. 


ગણિત રમત 
બે ક્રમિક સંખ્યાના વર્ગોનો સરવાળો કરવાની રીત

૧. જે બે સંખ્યાના વર્ગોનો સરવાળો કરવાનો હોય તે બે સંખ્યાનો ગુણાકાર કરો.
૨. મળેલા ગુણાકારને 2 વડે ગુણો.
૩. મળેલા જવાબમાં 1  ઉમેરો.
૪. જવાબ તૈયાર.

ઉદાહરણ - 
 ધારોકે 16² + 17² = 545 જવાબ થાય.
૧. રીત મુજબ 16 * 17 = 272 
૨. મળેલા જવાબને 2 વડે ગુણતા 272 * 2 = 544 
૩. તેમાં 1 ઉમેરતાં 544 + 1 = 545

આજ રીતે , 14² + 15² = 14 * 15 * 2 + 1 = 421

અહીં મૂકેલી રમતો સંકલન કરેલી છે.

Sunday, 6 October 2013

ઉખાણું 
એક નદીમાં પાણીનું વ્હેણ ખૂબ હતુ. નદીના એક કિનારે ડોશીમાં રહેતા હતા. બીજા કિનારે અનાજ દળવાની ઘંટી હતી. જો ડોશીમાને સામાં કાંઠે લોટ દળાવવા જવુ હોય તો કેમ જાય. તેની પાસે હોડી નથી.




જવાબ 
લોટ કદી દળાવવાનો ન હોય . મતલબ કે ડોશીમા પાસે લોટ હતો જ માટે સામાં કાંઠે જવાની જરૂર ન હતી.


આ બ્લોગ પરથી કોઈપણ માહિતી જોઈતી હોય તો સૌ પ્રથમ શ્રુતિ ફોન્ટ ઈંસ્ટોલ કરવા. બધીજ ગુજરાતીમાં રહેલી માહિતી શ્રુતિ ફોંટમાં છે.